17 Nov 2016

๐Ÿ’ฅ๐Ÿ’ฅเชฌเชšเชคเช–ાเชคાเชฎાં เช…เชขી เชฒાเช–เชฅી เชตเชงુ เชœเชฎા เช•เชฐเชจાเชฐเชจો เชนเชตે เชฐિเชชોเชฐ્เชŸ เชคૈเชฏાเชฐ เช•เชฐાเชถે

- કરન્ટ એકાઉન્ટમાં રૂ. 12.50 લાખથી વધુ જમા કરાવનારનો પણ રિપોર્ટ બનશે

- CBDTએ પરિપત્ર દ્વારા દરેક બેંકોને 31મી જાન્યુઆરી 2017 સુધીમાં તમામ બચત ખાતા ધારકની વિગતો મોકલવા આદેશ કર્યો

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 16 નવેમ્બર 2016, બુધવાર

રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ્સ રદ કરાઈ તે પછી એટલે કે નવમી નવેમ્બર ૨૦૧૬થી ૩૧મી ડિસેમ્બર ૨૦૧૬ સુધીમાં રૂ. ૨.૫ લાખથી વધુ રકમ બચત ખાતામાં જમા કરાવનારાઓની વિગતો તેમના એન્યુઅલ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં તૈયાર કરીને ૩૧મી જાન્યુઆરી ૨૦૧૭ સુધીમાં મોકલી આપવા દરેક બૅન્કોના સીબીડીટી-સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે આદેશ કર્યો છે.
આ માટે સીબીડીટીએ આવકવેરાના નિયમ નંબર ૧૧૪-બીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

એક દિવસમાં રૂ. ૫૦૦૦૦થી વધુ રકમ જમા કરાવનાર તકલીફમાં આવી શકે છે. જોકે તે રકમ તે તેના ૨૦૧૬-૧૭ના નાણાંકીય રિટર્નમાં દર્શાવી દે તો તેને તકલીફ પડવાની શક્યતા ઓછી છે. અલબત્ત સહકારી બૅન્ક, ખાનગી બૅન્ક કે પછી રાષ્ટ્રીયકૃત બૅન્કના ખાતામાં રૂ. ૨.૫ લાખથી વધુ રકમ જમા કરાવવામાં આવેલી રકમનો રિપોર્ટ માગવામાં આવશે. જૂની ચલણી નોટ્સ બદલાવી દેવા માટે આપવામાં આવેલા સમયગાળા દરમિયાન બિનહિસાબી નાણાંનું હિસાબી નાણાંમાં રૂપાંતરિત કરવાની કોશિશ કરી ન શકે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.

આ જ રીતે પોસ્ટના બચત ખાતામાં કે પછી અન્ય કોઈ ખાતામાં જમા કરાવવામાં આવેલી રૂ. ૨.૫ લાખથી વધુની રકમનો પણ હિસાબ માગવામાં આવશે. પોસ્ટના એક કે એકથી વધુ ખાતાઓમાં મળીને કોઈ વ્યક્તિએ રૂ. ૨.૫ લાખ કે તેનાથી વધુ રકમ જમા કરાવી હશે તો તેમની વિગતો પણ એન્યુઅલ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં મોકલી આપવા સીબીડીટીએ પોસ્ટ ઑફિસોને સૂચના આપી છે.

એક તરફ લોકો તેમની પાસેની જૂની રૂ. ૫૦૦ ને રૂ. ૧૦૦૦ની ચલણી નોટ્સને બૅન્કમાં જમા કરાવી દેવા માટે કલાકો લાઈનમાં લગાવી રહ્યા છે ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે કરેલા આ પરિપત્રને કારણે ઘણાંની ઊંઘ ઉડી જવાની સંભાવના રહેલી છે. જોકે તેમની આ આવકનો સ્રોત બતાવીને રિટર્નમાં તે દર્શાવી દેનારને તકલીફ ઓછી પડશે.

કરન્ટ એકાઉન્ટમાં પણ ૯મી નવેમ્બર ૨૦૧૬થી ૩૧મી ડિસેમ્બર ૨૦૧૬ સુધીના ગાળામાં રૂ. ૧૨.૫ લાખથી વધુ રકમ જમા કરાવી હશે તો તેનો પણ રિપોર્ટ તૈયાર કરીને એન્યુઅલ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં મોકલી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

કરન્ટ એકાઉન્ટમાં પહેલા વર્ષે દહાડે રૂ. ૧૦ લાખ સુધીની કુલ રકમ વર્ષ દરમિયાન રોકડેથી જમા કરાવે તો તે ખાતેદારના તે વહેવારોનો એન્યુઅલ ઇન્ફોર્મેશન રિપોર્ટમા ઉલ્લેખ કરવામાં આવતો નહોતો. હવે કરન્ટ ખાતામાં રૂ. ૧૨.૫ લાખ સુધીની રકમ રોકડેથી જમા કરાવવામાં આવશે તો તેનો એન્યુઅલ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવશે નહિ.

No comments:

Post a Comment